ન્યુ દિલ્હી,તા.૫
કોંગ્રેસના મહાસચિવ તરીકે નિમણૂક કરાયેલ પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીના ૨૪ અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડકવાર્ટરમાં બેસવા માટે રૂમ મળી ગયો છે. પ્રિયંકાને પોતાના ભાઇ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બાજુમાં રૂમ આપવામાં આવ્યો છે. રાહુલ જ્યારે મહાસચિવ હતા ત્યારે તેઓ આ જ રૂમમાં બેસતા હતા.
પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીના પ્રભારી બનાવ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રિયંકાની ભૂમિકા પર ચર્ચા કરનાર છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ સોમવારના રોજ વિદેશથી પરત આવ્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના તુગલક રોડ સ્થિત ઘરે મુલાકાત કરી હતી.
કોંગ્રેસ સૂત્રો એ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ગુરૂવાર સાંજે દિલ્હીમાં યોજાવા જઇ રહેલા પાર્ટી મહાસચિવો અને વિભિન્ન રાજ્યોના પ્રભારીઓની બેઠકમાં પણ પ્રિયંકા સામેલ થશે. રાહુલે શનિવારના રોજ દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષો અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓની પણ બેઠક બોલાવી જેથી કરીને સામાન્ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કહેવાય છે કે પ્રિયંકા એ કોંગ્રેસના અન્ય નેતાઓને પણ મળીને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરી.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે નિમણૂક કરાઇ છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પ્રિયંકા અને અન્ય કોંગ્રેસ નેતાઓની મુલાકાત દરમ્યાન હાજર હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




