અખબાર ના અહેવાલ બાદ પોલીસે ભંગાર પકડ્યો !?

0
1191

ગતરોજ જંગ એ ગુજરાત માં પ્રકાશિત થયેલ અહેવાલ બાદ સફાળી જાગેલી સુરત ગ્રામ્ય ની કોસંબા પોલીસે કથિત બંધ નાકોડા ફેકટરી આસપાસ થી ટેમ્પોમાં ભંગાર પકડી સિદ્ધ કર્યું કે કંઈક તો પ્રકાશિત સમાચાર માં સત્યતા હતી ભલે પોલીસે 41(ડી) લગાડી હવે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક અને બાહોશ રેન્જ આઈજીપી કોસંબા પોલીસ ના કોલ ડિટેલ કઢાવે તોજ સાચી હકીકત બહાર આવે તેમ છે અત્રે પ્રશ્ન એ ઉભો થાય કે પ્રકાશિત સમાચાર માં કથિત શબ્દ પ્રયોગ છેજ એનો મતલબ એમ થાય કે કદાચ પોલીસ કર્મી નું ઇનવોલમેન્ટ હોય પણ અને ના પણ હોય છતાં “ચોરકી દાઢી મેં તીનકા”ઉક્તિ ની જેમ બેબાકળા બનેલ કથિત પોલીસ કર્મી અન્યો દ્વારા પુછાવે છેકે બાતમી દાર કોણ? અરેભાઈ બાતમિદાર નું નામ જાહેર ના કરાય અને કથિત ભંગાર ચોરી માં કોનું ઇનવોલમેન્ટ છે એતો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક કોસંબા પો.સ્ટે.ના કર્મીઓ ની સીડીઆર કઢાવે ટાવર લોકેશન મેળવે તો આપોઆપ દૂધનું દૂધ ને પાણી નું પાણી થઈ જશે પણ હાલના તબક્કે એટલું જરૂર કહેવાય કે સમાચાર ફરતા થયા કે તુરંત ભંગાર પકડયો ત્યારે શંકા ની સોય કઈ તરફ જાય એ જિલ્લા પોલીસ અધિક્ષક અને રેન્જ આઈજી સાહેબ જ નક્કી કરે કે આ સમાચાર બાદ જ તુરંત કેમ ભંગાર પકડયો ?બાકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાતમિદાર ના નામ ન પુછાય અને પ્રકાશિત સમાચાર બાબતે ધમકી ના અપાય એટલું પ્રજા અને ઉપરી અધિકારી જાણે જ છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જો બેન્ક ના નાણાં બાકી હોય તો બેકે પણ આ બાબતે સજાગ રહેવું જરૂરી છે,સિક્યોરિટી રાખી તારણ માં રાખેલ મશીનરી ક્યાં તો નાણાં વસૂલવા વેચી દઈ ઝડપી રિકવરી કરવી જોઈએ અથવા સમયાંતરે વિઝીટ કરી ચોરી જેવી ઘટના બને તો પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવીજ જોઈએ પણ તારણ માં લીધેલ ફેકટરી ને દાળ તરવાડી નું ખેતર તો નજ બનાવાય.

પ્રાપ્ત વિગતો અનુસાર ભંગાર ના ધંધામાં પણ વેચનાર લેનાર પાસે જીએસટી નંબર હોવો જરૂરી છે ત્યારે જોવાનું એ રહે કે સેલ્સ ટેક્સ વિભાગ કે પોલીસ વિભાગ જ્યારે ભંગાર ભરાતો હોય કે ભંગાર નું વહન થતું હોય ત્યારે જીએસટી અને ઇ વે બિલ વાહન સાથે છે કે નહીં તે જોવું પણ જરૂરી છે માત્ર કાચા ચલણ પર ભંગાર ખરીદનારે પણ જીએસટી ભરવો પડે છે આમ સરકાર ની અસરકારક નીતિ થી ચોર પકડવામાં સફળતા મળી શકે છે.

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY