નવ નવેમ્બરે સીતારમન-સેના પ્રમુખ એમ-૭૭૭,૯ વજ્ર તોપોને સત્તાવાર સૈન્યમાં સામેલ કરશે ૩૦ વર્ષ બાદ ભારતીય સેનામાં સામેલ થશે નવી તોપ

0
5

ન્યુ દિલ્હી,તા.૩૦
લગભગ ત્રણ દશકા પછી ભારતીય સેનામાં નવી તોપોનો સમાવેશ થવા જઇ રહ્યો છે. ૯ નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના દેવલાલીમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અને સેનાના પ્રમુખ જનરલ બીપિન રાવત દ્વારા એમ -૭૭૭ તેમજ કે -૯ વજ્ર તોપોને સત્તાવાર રીતે સૈન્યમાં સામેલ કરવામાં આવશે.
અમેરિકામાં બનેલી અત્યંત ઓછા વજનવાળી એમ ૭૭૭ ૧૪૫ હોવિત્ઝર તોપોના સોદા પછી કેટલીક તોપો ભારત આવી છે. અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપોને ભારતમાં ચીનની સીમા નજીક અને અરુણાચલ પ્રદેશ તેમજ લદ્દાખના ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત કરાશે. બીજી તરફ ૨૦૧૯થી ૨૦૨૧ની વચ્ચે દર મહિને દર ૫-૫ તોપો ભારત આવશે.
કે -૯ વજ્ર, ૧૫૫ એમએમ/૫૨ કેલિબરની હોવિત્ઝર તોપ છે. તેને દક્ષિણ કોરિયા તૈયાર કરીને ૧૦૦ની સંખ્યામાં ભારતીય સૈન્યને આપી રહ્યું છે. તેથી મેક ઇન ઇન્ડિયા હેઠળ એલએન્ડટી કંપની ભાગીદારી હેઠળ ૨૦૧૯ નવેમ્બર સુધી તૈયાર કરની આપશે. પ્રથમ તોપ ૧૦ નવેમ્બર ૨૦૧૮ સુધી આવશે. તેના પછી ૪૦ તોપ ૨૦૧૯ના નવેમ્બર મહિના સુધી અને ત્યારબાદ ૨૦૨૦ સુધી ભારતીય સૈન્યને મળશે.
ભારતીય સેનાને અત્યારે ૪૦૦થી વધુ તોપોની જરૂર છે. તેમાં તે આધુનિક તોપો સામેલ છે જે ભારત-પાકિસ્તાન અને ચીનની સીમા પર તૈનાત કરાશે. આ દરેક વાતાવરણમાં ચાલી શકે તેવી તોપો છે, જેને અત્યંત ઊંચાઇએ તેમજ રણમાં અથવા પછી પૂર્વતીય વિસ્તારોથી લઇને બર્ફિલા ઊંચા સ્થળોએ પણ તૈનાત કરાશે.
ભારતીય સેનામાં સામેલ થવા જઇ રહેલી તમામ તોરો મેક ઇન ઇન્ડિયાના હેઠળ તૈયાર કરાઇ રહી છે. ભારતીય સેનાને ૧૪૫ તોપો મળવાની પ્રક્રિયામાં વધારો કરવા જણાવાયું છે. મે ૨૦૧૮માં ધનુષ ૧૫૫/૪૫ કેલિબર વાળી તોપનું યુઝર ટ્રાયલ પોખરણમાં થયું ચૂક્યુ છે. ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડને જણાવાયું છે કે તેઓ ૧૧૪ તોપો તૈયાર કરી ભારતીય સૈન્યને સોંપે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY