બાળકો સાથે બળજબરી કરી તેમના વીડિયો ઉતારતો હતો પાકિસ્તાનમાં બાળકોના યૌન શોષણ વિરૂદ્ધ પ્રિન્સિપાલને ૧૦૫ વર્ષની સજા ફટકારાઈ

0
9

ઈસ્લામાબાદ,તા.૩૧
ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે દુષ્કર્મ કરીને પ્રાંગણમાં લગાવેલા ગુપ્ત કેમેરામાં તેમના વીડિયો ઉતારી બ્લેકમેલ કરવાના આરોપમાં દોષી પ્રિન્સિપાલને પાકિસ્તાનની એક અદાલતે ૧૦૫ વર્ષની સજા ફટકારી છે.
પોલીસે આ મામલે શાળાના પ્રિન્સિપાલ અતાઉલ્લાહ મારવાતની પેશાવર ખાતેથી ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલો ૧૪ જુલાઇ ૨૦૧૭માં પ્રકાશમાં આવ્યો જ્યારે શાળાના એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુનાવણી કરતા પાકિસ્તાન અદાલતે પ્રિન્સિપાલને ચાઇલ્ડ એબ્યુઝ, પોર્નોગ્રાફી, રેપ, બ્લેકમેલ અને અનૈતિક સંબંધો વિરૂદ્ધ ૧૦૫ વર્ષની સજા ફટકારી હતી. મારવાતને સજા સિવાય ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ કરાયો હતો.
પોતાની ધરપકડ પછી આરોપી મારવાતે જ્યૂડિશલ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું હતું કે તે પોતાની યૌન પ્રવૃત્તિઓનો વીડિયો બનાવવાનો શોખીન છે. તેણે એ પણ સ્વીકાર કર્યો હતો કે વીડિયો તેના પર્સનલ કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસમાં કેટલાક મેમરી કાર્ડ અને યુએસબી જપ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય બાબત છે કે વિતેલા દિવસોમાં સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર જૈનબ રેપ કેસ અને હત્યા મામલે પાકિસ્તાન હાઇકોર્ટે આરોપીને ફાંસીની સજા કરી હતી. આ કેસ હાઇકાર્ટે ફાસ્ટટ્રેકમાં ચલાવી ઘટના પછી માત્ર નવ જ માસમાં આરોપીને ફાંસીએ ચડાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY