મીકા સિંહનાં મોટાભાઇ અમરજીત સિંહનું નિધન

0
26

મુંબઈ,તા.૩૦
બોલિવૂડનાં પ્રખ્યાત ગાયક મીકા સિંહ અને દલેર મેંહદીનાં મોટા ભાઇ અમરજીત સિંહનો સોમવારે નિધન થઇ ગયુ છે. જે બાદથી સિંગરનો આખો પરિવાર ગમમાં છે. આપને જણાવી દઇએ કે અમરજીત સિંહનો લાંબા સમયથી ઇલાજ ચાલી રહ્યો હતો. જે બાદ વીતેલા દિવસોમાં તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. મીકા અને દલેરનુ કરિઅર બનાવવામાં અમરજીતે તેની ખુબ મદદ કરી હતી
આપને જણાવી દઇએ કે મીકા સિંહએ આ ખબરને તેનાં ફેન્સ સાથે શેર કરી છે. મિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યુ છે કે, મને આપ સૌને કહેતા ખુબજ દુખ થાય છે કે મારા મોટા ભાઇ અમરજીત સિંહનું નિધન થઇ ગયુ છે તે ગત ઘણાં દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતાં.
તો મીકાએ આ વાતની જાહેરાત કરતાં તેનાં મોટા ભાઇનાં અંતિમ સંસ્કાર ૫ વાગ્યે દિલ્હીનાં તિલક વિહાર સ્થિત સ્મશાનમાં કરવામાં આવ્યા. ભાઇનાં ગ્યા બાદ બંને સિંગર્સની સાથે તેમનો આખો પરિવાર ગમગીન છે. તો મિકાનાં ફેન્સ તેનાં ભાઇની આત્માને શાંતિ માટે દુઆ કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY