બેંગ્લોર,તા.૩૦
બેંગ્લોરમાં પોતાની સગી બહેનને મિલકતમાંથી ભાગ આપવા ન માંગતા ભાઈએ તેનાં પિતાની આંખો કાઢી લીધી હતી. તેનાં પિતા સાથે થયેલી બોલાચાલી દરમિયાન ૪૦ વર્ષનાં એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને હાથથી પોતાનાં પિતાની આંખો કાઢી નાંખી હતી. આરોપી અભિષેક ચેતન ઈચ્છતો હતો કે તેનાં પિતા પરમેશ્વર બેંગ્લોરનાં જે પી નગર વિસ્તારમાં આવેલાં તેમનાં મકાનને અભિષેકનાં નામે કરી આપે, જ્યારે પરમેશ્વર ઈચ્છતા હતા કે એ મકાનને તેમનાં બંને બાળકો અભિષેક અને તેની બહેનેની વચ્ચે વહેંચવામાં આવે, પરંતુ અભિષેક તેને માટે તૈયાર નહોતો.
પોલીસનાં જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે આ મુદ્દા પર બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન ગુસ્સામાં આવીને અભિષેકે તેનાં પિતા પર હુમલો કરીને તેમની આંખ જ કાઢી નાંખી હતી અને ત્યારબાદ પિતાની આ હાલત જાઈને તે તેમને એવી હાલતમાં જ છોડીને ઘરેથી ભાગી ગયો હતો. જાકે, બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરમેશ્વરની હાલત સ્થિર છે, પરંતુ તે પોતાની એક આંખ ગૂમાવી ચૂક્્યા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, અભિષેક ડ્રગ એડિક્ટ છે અને તેની પાસે કમાણીનું કોઈ સ્થિર સાધન નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


