મેરઠ,તા.૩૦
મેરઠમાં સ્પીડ અને દારૂના નશાએ ૫ લોકોનો જીવ લીધો. નશાની હાલતમાં ટ્રક ચલાવી રહેલા ચાલકે ૧૦ પૈડાની ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. ત્યારબાદ તેણે અનિયંત્રિત ટ્રકથી ૧૬ લોકોને કચડ્યા. ટ્રકે કેટલાએ વાહનોને પોતાની અડફેટમાં લીધા. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. મહત્વની વાત એ છે કે, જે સમયે ૧૦૦ કિમીની ઝડપે આ ટ્રક રોડ પર આતંક મચાવી રહી હતી, ત્યારે પોલીસની તમામ ટીમ એસએસપીના વિદાયમાં વ્યસ્ત હતી.
આ ગમખ્વાર દુર્ઘટના મેરઠના ટીપી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી રોડ પર બની છે, જ્યાં મોડી રાત્રે રસ્તા પર ૧૦૦ કિમીની સ્પીડથી ટ્રકે પહેલા એક સ્કૂટીને ટક્કર મારી, આ ટક્કરમાં બે લોકોના મોત નિપજ્યા. ત્યારબાદ ટ્રકે માંસ ભરેલી નાની ટ્રકને ટક્કર મારી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, તમામ માંસ રસ્તા પર વેરવિખેર થયું હતું. આ ટક્કરથી ૨૦૦ મીટર આગળ ચાલી રહેલી રિક્ષાને પણ ટ્રકે કચડી નાખી, જેમાં બે લોકોના મોત નિપજ્યા.
આ ગટનાથી પૂરા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ૪ લોકોના તો ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કેટલાએ લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભર જણાઈ રહી છે. આ ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચેલા ભાજપાના કાર્યકર્તાઓએ પણ જબરદસ્ત હંગામો કર્યો હતો.
આ સમયે કેટલાક અસામાજિક તત્વો પણ સક્રિય થઈ ગયા અને ટ્રકને આગ ચાંપવાની કોશિસ કરી પરંતુ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તેમના ઈરાદાને નિષ્ફળ બનાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




