સોનાક્ષીએ ઓનલાઈન હેડફોન મંગાવ્યા તો એમોઝોને લોખંડનો ટુકડો મોકલ્યો!!

0
9

મુંબઈ,તા.૧૨
ઓનલાઇન ખરીદી વખતે ઠગાઈની અનેક ફરિયાદો મળતી રહેતી હોય છે. ગ્રાહકો અનેક વખત તેમણે જે વસ્તુ મંગાવી હતી તે નહીં મોકલવાની કે પછી તેના બદલામાં બીજી વસ્તુ મોકલી દેવાની ફરિયાદ કરતા હોય છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાને ઓનલાઇન શોપિંગનો કંઈક આવો જ કડવો અનુભવ થયો છે.
સોનાક્ષી સિંહાએ Amazon ઈન્ડિયા પરથી રૂ. ૧૮ હજારની કિંમતના હેડફોન ઓનલાઇન ઓર્ડર કર્યા હતા. જાકે, કંપની તરફથી જે વસ્તુ મળી તે જાઈને સોનાક્ષી લાલપીળી થઈ ગઈ હતી અને તેણીએ આ અંગે Amazon કંપનીના કસ્ટમસ કેરમાં ફરિયાદ કરી હતી. જાકે, તેનો યોગ્ય પ્રત્યુતર ન મળતા તેણે આ વસ્તુ સાથેની તસવીર ટિવટર પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો.
સોનાક્ષીએ Bose કંપનીના કિંમતી હેડફોન મંગાવ્યા હતા. જાકે, તેના બદલામાં તેને જે વસ્તુ મળી તે કાટ ખાઈ ગયેલો લોંખડનો એક નાનો ટુકડો હતો. આ અંગે સોનાક્ષીએ ટિવટ કર્યા બાદ એમેઝોન તરફથી ટિવટર પર જ માફી માંગવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY