હાલમાં અમદાવાદ-ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ ના માધ્યમ થી સંકળાયેલ છે જે સરખેજ વટામણ- પીપળી ભાવનગર પાસે થી પસાર થાય છે.
તા. ૧૨ ઓગષ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, ગ્રુહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો નારી થી અધેલાઈ સુધી રૂપિયા ૮૨૦ કરોડના ખર્ચે બનનારા ૩૩ કીલોમીટર લંબાઈના આર. સી. સી. રોડના ખાતમુહુર્ત કાર્યક્રમ મા ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમ ના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર પીપળી નેશનલ હાઈવે ના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી એસ. પી. સિંઘ, નાયબ મ્યુ. કમિ. શ્રી ગોવાણી સહિતના અધિકારીઓ કાર્યક્રમ સ્થળે સતત અવર જવર કરી તડામાર તૈયારીઓ કરાવી રહ્યા છે તો જિલ્લા પોલીસ વડાશ્રી પ્રવિણ માલ કાયદો, વ્યવસ્થા, સુરક્ષા સહિત ની બાબતે ચોકસાઈપૂર્વક કામગીરી થાય તે મુજબ દેખરેખ અને માર્ગદર્શન તેમની ટીમને આપી રહ્યા છે.
જુદી જુદી ૩૧ સમિતિના અંદાજે ૧૬૨ જેટલા સભ્યો તેમને સોંપવામા આવેલ કામગીરી ચોકસાઈપૂર્વક કરી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




