મુંબઈ,તા.૧૩
લાગે છે કે અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી ઓફ- ધ અનસંગ હીરો માં સૈફ અલી ખાન કામ કરવાનું વિચારી રહ્યો છે.જા આમ થશે તો સૈફ અને અજયની જાડી ચોથી વખત રૂપેરી પડદે જાવા મળશે. અજય દેવગણ સૈફને પહેલાથી આ જ ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ સૈફ હા પાડતો નહોતો. પરંતુ હવે આ ફિલ્મની તૈયારી ઝડપથી આગળ વધી રહી છે અને જલદી જ તેને ફ્લોર પર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે સૈફ આ ફિલ્મમાં કામ કરવા રાજી થશે કે નહીં. પરંતુ હવે જાણવા મળેલ પ્રમાણે અજય દેવગણે તેને આ ફિલ્મમાં કામ કરવા મનાવી લીધો છે. અજયે પોતે જ તેની સાથે વાત કરી હતી. ‘કલ હો ના હો ફિલ્મ બાદ સૈફે નિર્ણય લીધો હતો કે ભવિષ્યમાં તે બે હીરોવાળી ફિલ્મમાં કામ કરશે નહીં. પરંતુ અજયે તેને વિશ્વાસ અપાવ્યો છે કે, સૈફનું પાત્ર ફિલ્મમાં મહત્વનું તેમજ દમદાર હશે. જા સૈફ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડશે તો આ જાડી ચોથી વખત રૂપેરી પડદે જાવા મળશે.
આ પૂર્વે અજય અને સૈફ, ‘ કચ્ચે ધાગે, એલઓસી, કારગિલ અને ઓમકારામાં સાથે જાવા મળ્યા છે. આ ફિલ્મને ઓમ રાઉત દિગ્દર્શન કરવાના છે. અજયે આ ફિલ્મ માટે લગભગ રૂ. ૧૫૦ કરોડનું બજેટ નક્કી કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




