એસટી બસે બાઈકને અડફેટે લેતા ચાલક ઈજાગ્રસ્ત

0
10

અમરેલી,તા.૨૪
અમરેલીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ખાંભા બસ સ્ટેશનનો આ બનાવ છે જ્યાં એક બાઇકચાલક પસાર થઇ રહ્યો હતો.
આ દરમિયાન બસ સ્ટેશનમાં આવેલી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બસની ટક્કર વાગતાં બાઇકચાલક બાઇક પરથી નીચે પડી ગયો હતો અને ઇજા પહોંચી હતી.
જા કે બસ ડ્રાઇવર દ્વારા વાગેલી ટક્કરને કારણે બાઇકચાલક રોષે ભરાયો હતો અને એસટી બસ ચાલક પર હુમલો કર્યો હતો. જા કે બસચાલક પર હુમલો થતાં પસાર થતાં લોકો ઉભા રહી ગયા હતો.
જેને લઇને ટ્રાફિક જામના દ્‌શ્યો સર્જાયા હતા અને આશરે ૨૦ મિનીટ જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. જા કે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY