બંધ મકાનોને નિશાન બનાવતી નેપાળી ગેંગ ઝડપાઇ

0
7

સુરત,તા.૨૪
સુરતમાં સરથાણા વિસ્તારમાંથી નેપાળી ગેંગ ઝડપાઈ છે.બંધ મકાનોને નિશાન બનાવતી નેપાળી ગેંગ ઝડપાઇ છે, વતન જતાં રત્નકલાકારોના મકાનમાં ચોરી કરતા હતા. દિવાળી સમયે ત્રણ મકાનમાં ચોરી કરી હતી. વોચમેન તરીકે કામ કરી ચોરીનું સ્થળ નક્કી કરતા હતા. સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી કરી લઈ જતા હતા. નેપાળથી વાયા મુંબઇ થઈ સુરત આવતાં હતા.
પાંચ નેપાળી ચોરની ગેંગમાંથી એકની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ૧ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ૪ આરોપી ફરાર થઈ ગયા છે. મજકૂર પકડાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે, બે સહ આરોપીઓ જસ બહાદુર અને હિમ્મત છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં અલગ અલગ જ્ગ્યાએ રહે છે અને સમયાંતરે ચોરી કરી નેપાલ આવતા હોય છે.
થોડા સમય આગાઉ નેપાલમાં મજકુર બન્ને આરોપી તેને મળેલ અને જાણાવેલ કે સુરત ખાતે રહેતા તેના મિત્ર દીપક પંડિત એક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. જ્યાં દિવાળીની રજામાં ઘણા બધા મકાન માલિકો પોતાના વતન ખાતે જાય જેથી ત્યાં ઘણા બધા બંધ મકાન હોઈ ત્યાં ચોરી કરવાથી સારા રૂપિયા મળશે તેમ જાણાવેલ અને પહેલા તે બંને મુંબઈ ગયેલ અને ત્યાંથી સુરત.
સુરત ગયા બાદ તેઓને ફોન કરી નેપાલથી બોલાવેલ અને પોતે નેપાલથી મુંબઈ અને ત્યાંથી સુરત ખાતે જ્યાં ચોરી કરવાની હતી, ત્યાં બે દિવસ પહેલા દીપક પંડિતે મજકૂરને વોચમેન તરીકે રખાવેલ અને પોતે રાત્રી દરમ્યાન રેકી કરી બંધ મકાનની માહિતી આપેલ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY