અમદાવાદ,તા.૨૯
એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા વેપારીને લસણની ખરીદી માટે બે શખ્સોએ દિલ્હી બોલાવી રૂ. પાંચ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દિલ્હી બોલાવી વેપારીને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. સહીસલામત જવા માટે રૂ.પ૦ લાખની માગ કરી હતી. બાદમાં આંગડિયાથી રૂ. પાંચ લાખ લઈ વેપારીને મુક્ત કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ શાસ્ત્રીનગરના સરદાર પટેલનગરમાં રહેતા અને એસજી હાઈવે પર સપથ કોમ્પ્લેક્સમાં અણમોલ ક્વોલિટી ફૂડ નામે મસાલાનો વ્યવસાય કરતા પલક પટેલની ઓફિસની મહિલા કર્મચારીના મોબાઇલમાં ૧૩ ઓગસ્ટના રોજ દિલ્હીથી વરુણ જૈન નામના યુવકે ફોન કરી સૂકવેલા લસણની ખરીદી કરવા જણાવ્યું હતું.
જે બાબતે પલકે તેમના ભાગીદાર આશિષભાઇ સાથે વાત કરી લસણ ખરીદવા તૈયારી બતાવી હતી. સેમ્પલમાં આવેલ લસણ પસંદ આવતાં પલક પટેલ ૪ સપ્ટેમ્બરના રોજ ફ્લાઈટથી દિલ્હી ગયા હતા.
એરપોર્ટ પર રાકેશ શર્મા નામનો યુવક પલકને લેવા આવ્યો હતો. ફાર્મ હાઉસ પર ચા-નાસ્તો કરીને જઈશું તેમ કહી રાકેશ તેમને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો, જ્યાં વરુણ જૈન નામથી ઓળખ આપનાર યુવક સહિત સાત લોકો હાજર હતા.
તમામ લોકોએ ડરાવીને પલક પાસેથી મોબાઈલ, પર્સ અને બેગ લઇ ધમકી આપી હતી કે સહીસલામત જવું હોય તો રૂ.પ૦ લાખ આપવા પડશે. આશિષભાઇ સાથે ફોન પર વાત કરાવી રૂ. પાંચ લાખ આંગડિયાથી મંગાવી લીધા હતા. બાદમાં પાકીટમાં રહેલા રૂ.ર૪,૦૦૦ રોકડ અને એટીએમમાંથી રૂ.૪૦,૦૦૦ ઉપાડી અને તેને પોલીસ સ્ટેશન નહિ જવાની ધમકી આપી મુક્ત કરી દીધો હતો. પલક પટેલ તેમના ભાગીદારને ફોન કરી ફ્લાઈટની ટિકિટ બુક કરાવીને અમદાવાદ પરત ફર્યા હતા. ર૦ દિવસ બાદ આ મામલે પલક પટેલે ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



