રાજકોટમાં મોડી રાતથી મેઘો મહેરબાન, છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૫ ઇંચ વરસાદ

0
33

રાજકોટ,તા.૧૮
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં શુક્રવારે મોડી રાતથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદના પગલે અમુક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૧.૭૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. શુક્રવારે રાત્રેથી રાજકોટ, જસદણ અને ગોંડલમાં ધીમેધારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદની બીજી ઈનિંગ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જાવા મળી રહી છે. વાવણી બાદ પાક પર વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી હતી. વરસાદની પધરામણીની સાથે જ પાક નિષ્ફળ જવાની ચિંતા ટળી છે.
આ સિવાય વરસાદના કારણે રાજકોટનું જળસંકટ પણ હળવું થવાની આશા છે. વરસાદની અડધી સિઝન પૂરી થવા આવી છતાં રાજકોટને પાણી પૂરુ પાડતા ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે બીજા રાઉન્ડમાં પીવાના પાણીની સમસ્યાનું સંકટ પણ દૂર થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY