ન્યુ દિલ્હી,તા.૨૪
દાઉદી વ્હોરા સમુદાયમાં તેમની છોકરીના જનનાંતો (જેનિટલ મ્યુટેશન)ની વર્ષોથી ચાલી આવતી પ્રેકિટસને પડકરાતી જાહેર હિતની અરજી દેશની સુપ્રિમ કોર્ટમાં થઇ છે. સોમવારે સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેસને બંધારણીય બેંચને સોંપવામાં આવ્યો છે. દાઉદી વ્હોરા સમાજમાં જન્મતી છોકરીનાં જનનાંગોને કાપી નાંખવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને હવે તેને કોર્ટમાં પડકારવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા અને ન્યાયાધીશો એ.એમ. ખાનવીલકર, ડી.વાય. ચન્દ્રચુડની બેચ દ્વારા એક જાહેર હિતની અરજી સાંભળવામાં આવી હતી. દિલ્હી સ્થિત એક વકિલે આ માટે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે અને દાઉદી વ્હોરા સમાજમાં કિશોરીના જનનાંગોને કાપવાની પ્રથાને ચેલેન્જ કરવામાં આવી છે.
આ અરજીમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, ફિમેલ જેનિટલ મ્યુટેશન ગેરકાયદે નાની કિશોરીઓ (પાંચ વર્ષથી લઇ તે પુખ્ત થાય ત્યાં સુંધી) પર કરવામાં આવે છે અને તે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ચાઇલ્ડ રાઇટ્સની વિરુદ્ધમાં છે. ભારત આ કન્વેન્શનનું સિગ્નેટરી છે. વળી, આ પ્રકારની પ્રેકિટસ દ્વારા મહિલાના શરીરમાં લાબાં સમય સુંધી તેની વિપરીત અસર રહે છે.
હવે સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે. સમગ્ર દેશની નજર આ કેસ પર રહેશે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોના અધિકારો માટે લડતા અને માનવ અધિકાર કાર્યકરો વર્ષોથી આ પ્રથાનો વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરવા માટે માંગણી કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



