ન્યુ દિલ્હી,તા.૨૧
નિકાસકારોને જીએસટી હેઠળ ઝડપી રિફંડ આપવાના ભાગરૂપે સરકાર ટેકસ રિફંડના માળખાની સમીક્ષા કરી રહી છે. નાણાપ્રધાન જેટલીને ગયા સપ્તાહે નિકાસને પ્રોત્સાહન આપવાનાં પગલાં લેવાનું વચન આપ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ વીક-એન્ડમાં કેટલાકં પગલાંની જાહેરાત કરે તેવી શકયતા છે.
નિકાસકારો માટે જીએસટી રિફંડની સમસ્યા મોટી છે. નિકાસકારોના દાવા મુજબ રિફંડમાં મુશ્કેલીને કારણે તેમના બિઝનેસ પર અસર થઈ છે અને કાર્યકારી મૂડીના ખર્ચમાં વધારો નોંધાયો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાકં પગલાં અંગે વિચારણા થઈ રહી છે અને સપ્તાહ પુરું થતાં સુધીમાં તેની જાહેરાત કરાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે નિકાસકારોના રિફંડની સમસ્યા હળવી કરવા ઘણાં પગલાં લીધાં છે, પણ હજુ કેટલીક બાબતોનો ઉકેલ આવ્યો નથી. ટેકસ વિભાગે રિફંડની પ્રક્રિયા સરળ બનાવવા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સરકાર તમામ પ્રક્રિયા ચકાસી રહી છે. કેન્દર અને રાજ્ય એમ બન્ને સ્તરે અમલીકરણના મુદ્દાની નિકાસકારો પર અસર થઈ છે. સરકાર રિફંડને સરળ બનાવવા કેટલીક પક્રિયા સંબંધી રાહતો આપે તેવી શકયતા છે. જેમાં કેટલાકં એકઝેમ્પશન નોટિફિકેશન હેઠળ આયાત કરાયેલા ઈનપુટ્સ પર લાદવામાં આવેલા નિયંત્રણનો સમાવેશ થઈ શકે. કેટલાક ઈકઝેમ્પશન નોટિફિકેશન હેઠળ ઈનપુટ્સનો ઉપયોગ કરતા નિકાસકારો માટે સરકાર ટેકસ રિફંડને નિયંત્રિત કરવાની વિચારણા કરી શકે.
રાજ્યના ટેકસ અધિકારીઓ અલગ દસ્તાવેજની માંગણી કરે છે અને કેન્દ્રની મંજૂરી મળી ગયા પછી પણ રિફંડ અટકાવી રાખે છે. ખાસ કરીને સવિર્સસની નિકાસમાં આવું વધુ બને છે. અમુક વખત અધિકારીઓના અધિકારક્ષેત્રમાં ફેરફાર જેવા નજીવા કારણસર રિફંડ રિજેકટ કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




