મીઠીખાડી ઉર્દૂ શાળામાં વર્ગોનો અભાવે ગેલેરીમાં બેસવા બાળકો મજબૂર

0
286

નગર પ્રાથમિક શાળા સમિતિની સ્કૂલમાં ૧૮૦૦ જેટલા બાળકો ભણે છે પરંતુ ભૌતિક સુવિધાઓનો સદંતર અભાવ
સુરત, તા.૩૧
સુરતના મીઠીખાડી લીંબાયત ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ૭૪ (ઉર્દૂ માધ્યમ) બપોર પાળી અને તેજ બિલ્ડિંગમાં શાળા ક્રમાંક ૨૩૪ ઉર્દૂ માધ્યમ સવારપાળી ચાલે છે. શાળા ક્રમાંક ૭૪માં આશરે ૮૯૦ જેટલા લઘુમતી સમાજના બાળકો અભ્યાસ ક્રે છે. અને શાળા ક્રમાંક ૨૩૪માં આશરે ૯૭૨ જેટલા બાળકો ભણે છે. હવે આ બન્ને શાળાઓમાં ભૌતિક સુવિધાઅોનો અભાવ જાવા મળે છે અને અભ્યાસક રતાં બાળકોમાં કુમાર અને કન્યા એમ બન્ને જાતિનો બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ઓરડાઓની અછત છે. બાળકો લોબીમાં અને શાળાની સિડી ઉપર બેસીને અભ્યાસ કરે છે. એક તરફ સરકાર કહે છે.‘બેટી બચાવ, બેટી પઢાવ’ પણ શાળામાં બેસવા જ તકલીફ હોય તો આ શાળાની બેટી કઈ રીતે બેસીને અભ્યાસ કરી શકે છે? આ વિદ્યાર્થીઓ માટે બહુ મોટી સમસ્યા છે. શાળામાં બાળકોને બેસવા માટે ઓરડા નથી. જગ્યા નથી. એક-એક શિક્ષક બે-બે કલાસ (વર્ગ) સંભાળે છે. આ મીઠીખાડીમાં સ્લમ વિસ્તારના અને લઘુમતિ સમાજના બાળકો ઉર્દૂ માધ્યમની શાળામાં અભ્યાસ કરે છ. ઉપરી અધિકારીઓ પણ શહેરની શાળાઓની મુલાકાત લે છે, પરંતુ આ સ્લમ વિસ્તારની અને લઘુમતી ઉર્દૂ માધ્યમની શાળા હોવાથી અહી કોઈ ઉપરી અધિકારી પણ ફરકતું નથી. તેથી આ કુમળી વયના બાળકોના ભવિષ્યની કોઈને પડી નથી તેવું ફલીત થાય છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આવી તે ઘણી જ શાળાઓ છે કે જ્યાં ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતાં નથી અને તેનું ઉદાહરણ આ બન્ને શાળાઓ છે. શાળામાં બેસવાની ખૂબ જ તકલીફ છે. તેથી જા શાળાની સામે જ્યાં પહેલાં જૂની શાળા હતી જા તેજ જગ્યામાં બીજી નવી શાળાનું બિલ્ડિંગ બાંધી આપવામાં આવે તો આ શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાનું નિદાન થઈ શકે તેમ સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓના વાલીઓનું માનવું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY