તિલકવાડા અગર ગામના પુલ પરથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ  

0
31

એક્ટિવા પર બેસાડી વડોદરા માંજલપુરનો યુવાન અને અન્ય એક  બહેન સગીર પુત્રીને ભગાડી ગયાની પિતાની ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના પુલ પરથી સગીરા નું અપહરણ કર્યા બાબતે સગીર ના પિતાએ ફરિયાદ આપી હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના અગર ગામના પુલ પરથી ગત 2 એપ્રિલ ના દિવસે પોતાની 14 વર્ષ ની સગીર વયની દીકરીને વડોદરા માંજલપુર સાઈ પાસેની ઝૂંપડપટ્ટી માં રહેતો ભરત કરસનભાઈ રબારી અને અન્ય એક અજાણી મહિલા સફેદ કલરની એક્ટિવ ઉપર વચ્ચે બેસાડી અપહરણ કરી પતાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા હોવાની સગીરાના પિતા એ તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY