ચેમ્બરના ઉપપ્રમુખ પદની પ્રતિષ્ઠા સભર ચૂંટણીમાં દિનેશ નાવડીયાનો શાનદાર વિજય

0
20

ચેમ્બરના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક મતદાન : નાવડીયા ૨૯૩ મતોની સરસાઈથી જીતી ગયા
સુરત, તા.૨૨
સુરત લોકસબાની ચૂંટણી કરતાં પણ રસાકસી ભરી અને હાઈપ્રોફાઈલ બનેલી મહાજનોની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ગઈકાલે યોજાયેલી ચૂંટણી છેવટે હીરા ઉદ્યોગના આગેવાન દિનેશભાઈ નાવડીયાએ બાજી મારી લીધી હતી અને તેમણે તેમના હરીફ મીતેશ મોદીને ૨૯૩ મતે પરાજય આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાનો મુદ્દો બનેલી સર્ઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ૨૦૧૯-૨૦ના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ચેમ્બરના ૭૮ વર્ષના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક મતદાન સાથે યોજયેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાનો ભારે રસાકસીના અંતે ૨૯૩ મતે વિજય થયો હતો. અસહ્ના ગરમીના પ્રકોપ વચ્ચે ગઈકાલે સવારથી ચેમ્બરના સભ્યોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારના ૧૦ થી ૧૨ દરમિયાનના બે કલાકમાં જ ૧૨૪૯ જેટલું ઊંચુ મતદાન નોંધાયું હતું. જે સાંજ સુધી ૩૪૧૦ ઉપર પહોંચ્યું હતું. બંને પક્ષોના ટેકેદારોની હાજરીમાં સાંજે ૬ વાગે પરિણામ જાહેર થતા દિનેશ નાવડીયાને ૧૮૨૩ મતો મળ્યા હતા. જ્યારે મિતીશ મોદીને ૧૫૩૦ મતો મળતા નાવડીયાનો ૨૯૩ મતે વિજય થયો હતો. શિક્ષિત મતદારો હોવા છતાં ૫૭ જેટલા મતો રદ થયા હતા.
સવારે ૧૦ કલાકે શરૂ થયેલા મતદાનમાં પ્રથમ કલાકમાં જ ૫૧૫ મતો પડ્યા હતા. ૧૧ થી ૧૨માં ૭૪૧ મતો સાતે ભારે મતદાન થયું હતું. જયારે ૧૨ થી ૧ દરમિયાન ૬૯૩ મતો પડ્યા હતા. તો ૧ થી ૨માં ૪૫૮, ૨ થી ૩માં ૩૮૧ અને ૩ થી ૪માં ૪૦૦ અને છેલ્લા એક કલાકમાં ૨૨૨ મતો સાથે મતદાનનો આંકડો ૩૪૧૦ ઉપર પહોંચ્યો હતો. જે ચેમ્બરના ઈતિહાસમાં અત્યાર સુધી થયેલા મતદાનમાં સૌથી વધુ રહ્નાં હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY