અઠવા-અડાજણમાં બે કારના કાચ તોડી ચોરી

0
7

સુરત, તા. ૧૮
શહેરમાં કારના કાચ તોડી ચોરી કરતી ટોળકી અઠવા અને અડાજણમાં વધુ બે કારને ટાર્ગેટ કરી લેપટોપ અને મ્યુઝિક સિસ્ટમ મળી રૂ. ૮૦ હજારની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાનપુરા કાદરશાની નાળ પાસે ખાલીફા મહોલ્લાના અલી સૈયદા ફલેટમાં રહેતા મોહંમદ ઝકી ગુલામ અલી મોમીને તેની કાર ફલેટના પાર્કિંગમાં પાર્કકરી હતી. દરમિયાન અજાણ્યા કારનો કાચ તોડી લેપટોપ સહિત કુલ રૂ. ૨૫૦૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
અડાજણ સ્થિત મોરારજી દેસાઈ ગાર્ડન સામે જલારામ સોસાયટીના મકાન નંબર ૪૨માં રહેતા મીતેશભાઈ શશીકાંતશાહે ઘર પાસે પાર્ક કરેલી તેની કારનો કાચ તોડી અજાણ્યા રૂ. ૫૫ હજારની મ્યુઝિક સિસ્ટમચોરી કરી બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોîધી વધુ તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY