ડીંડોલીમાં બનેવીની હત્યામાં સામેલ યુવક ઉપર જીવલેણ હુમલો

0
13

દસ જણાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ
સુરત, તા. ૧૮
બનેવીના હત્યામાં સામેલ હોવાનો વહેમ રાખી દસ જણાંએ ઘાતક શસ્ ત્રો સાથે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ડી઼ડોલી પોલીસ હત્યાની કોશિષનો બનાવ નોધાયો હતો.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલી કેશવનગરમાં રહેતો જગદીશ સુભાષ પાટીલ (ઉ.વ. ૨૫) ને આરોપી ભૂષણ બંસીલાલ પાટીલ, કરણ ઉર્ફે માયડો, રાહુલ દુડીયો, આકાશ, બંટી, રાહુલ પારધીવાડ, તથા અન્ય ત્રણ જણાંએ ઘાતક શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો. આરોપી ભૂષણ પાટીલના બનેવીની હત્યા થઈ હતી. આ હત્યામાં તારો પણ હાથ હતો. તેમ કહીને આરોપી ભૂષણ સહિત ટોળકી ફરિયાદી ઉપર તૂટી પડી હતી. ગંભીર ઈજા પામેલા જગદીશ પાટીલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડીંડોલીï પોલીસે હત્યાની કોશિષનો બનાવ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY