વરાછામાં પ્રેમિકાના બે પ્રેમી બાખડ્યાં : એકે બીજાને ચપ્પુ માર્યુ

0
10

વરાછાપોલીસે મારામારીને ગુનો દર્જ કર્યો
સુરત, તા. ૧૮
બબ્બે યુવક સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતીના બન્ને પ્રેમી જાહેરમાં બાખડ્યાં હતા. એક પ્રેમીએ બીજા પ્રેમી સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા ઝીંકયાનો બનાવ વરાછા પોલીસ મથકે નોધાયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા જનતા નગર સોસાયટીમાં રહેતા પંકજભાઈ ધીરૂભાઈ બારૈયાએ આરોપી મુકેશ ભરવાડ તથા બીજા બે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને તેની પ્રેકિ સાથે છેલ્લાઆઠ માસથી પ્રેમ સંબંધ હતા. આ પ્રેમિકાના આરોપી મુકેશ ભરવાડ સાથે પણ પ્રેમ સંબંધ હતો. જેથી આરોપી મુકેશ ભરવાડ ફયિરાદીને વારંવાર ફોન કરી એલએચ રોડ ભરત નગર અગિનદેવ સોડાની દુકાન પાસે બોલાવ્યો હતો અને આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને ઢીક-મુક્કીનો માર મારી ચપ્પુના ઘા ઝીકી ઈજા પહોચાડી હતી.તેમજ આજ પછી દેખાણો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY