ગેર કાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ

0
15

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને
માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો, હે.કો. ધર્મેન્દ્ર જુલાલભાઇ નાઓને મળેલ આધારભુત બાતમી આધારે, મનુબર ચોકડીથી મનુબર ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ અહમદનગર સોસાયટીના મકાન નં-બી/૨૪૪/૧૪/૨ માં અમદાવાદનો રહીશ આશીફખાન યુસુફખાન પઠાણ તેના માણસો પગારથી રોકી મકાનમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી અને લોન ઇચ્છુક અમેરીકન નાગરીકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃતિ કરતા હોય જે આધારે તા.૧૮/૦૨/૧૯ ના રોજ સફળ રેઇડનુ આયોજન કરી બાતમીવાળા અહમદનગર સોસાયટીના મકાન નં-બી/૨૪૪/૧૪/૨ પર છાપો મારતા આશીફખાન યુસુફખાન પઠાણ રહે મુળ અમદાવાદ તથા તેના મદદગાર સાગરીતો બીજા ૬(છ) મળી કુલ-૭ આરોપીઓને પકડી પાડેલ છે, અને કોલ સેન્ટર ચલાવવા માટેના સાધન સામગ્રી પૈકી લેપટોપ નંગ-૯, મોબાઇલ નંગ-૮, એક્ષટેન્શન બોર્ડ નંગ-૫, રાઉટર નંગ-૩ પ્લાસ્ટીકના ટેબલ નંગ-૩ પ્લાસ્ટીકની ખુરશી નંગ-૬ તથા અંગઝડતીના રોકડા રૂપિયા તેમજ હુડાઇ કંપની સફેદ કલરની આઇ-૨૦ મોડલની ફોરવ્હીલ ગાડી નં- GJ-27 K,463 મળી કુલ કિંમત રૂપિયા.૬,૨૧,૨૭૦/- ના મુદ્દામાલ પકડી પાડી ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે. માં ગુનો દાખલ કરાવી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ કરી રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY