પ્લોટનું બુકિંગના નામે રૂપિયા મેળવી કબજો આપ્યો નહીં
સુરત, તા. ૨૨
માંગરોળ ખાતે નવકાર બંગલોઝ પ્રોજેક્ટમાં પ્લોટનું બુકીંગ કરનારા સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી થ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા સીમાડા ગામ સુવિધા રો હાઉસમાં રહેતા વ્રજલાલ પરસોત્તમભાઈ સાવલિયાએ આરોપી બિપીનભાઈ અરજણભાઈ ઢોળરિયા (શુભ રેસિડેન્સી, વેલંજા ગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ નરોલીના માંગરોળ ખાતે નવકાર બંગલોઝ સોસાયટીનુ઼ આયોજન કર્યું હતું. આ સોસાયટીમાં આરોપીએ પ્લોટ બુકિંગની જાહેરાત કરી હતી. જેથી ફરિયાદી વ્રજલાલભાઈ તથા અન્યોએ પ્લોટ નં. ૩૫, ૩૬ બુક કરાવી તા. ૧૯-૫-૨૦૧૫ સુધીમાં રૂપિયા ભરપાઈ કરી દીધા હતા. ત્યારબાદ આરોપીએ પ્લોટ કે પૈસા પરત નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


