સુરત,તા.૨
સુરતમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા સુરતમાં ગેંગરેપનો શિકાર બની હતી. મહિલા સુરતમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે તેની મુલાકાત લિંબાયતના માથાભારે વસીમ પાર્સલ સાથે થઇ હતી. વસીમે પોતાની ઓળખ છુપાવી રાહુલ નામ ધારણ કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.
દિલ્હીગેટ પાસે એક હોટલની બહાર ટવેરામાં વસીમે યુવતી સાથે જબદસ્તી કરી કુકર્મ કર્યું હતું. બાદમાં વસીમે તેના બે મિત્રો આફતાફ શેખ અને નૌસાદ અલી સાથે કાળા કાચવાળી ફોર્ચ્યુનરગાડીમાં વારાફરતી દુષ્કર્મ કરવા સાથે મોબાઇલ શૂટિંગ ઉતારી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. પીડિતાએ આ અંગે મહિધપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વસિમ પાર્સલ, આફતાબ અને નૌસાદની ધરપકડ કરી ત્રણેયને જેલમાં મોકલી આપ્યા હતા.
દરમિયાન આ કેસની પીડિતા છેલ્લા ચારેક દિવસથી ગાયબ છે. ગેંગરેપના આ ગુના અંતર્ગત સ્ટેટમેન્ટ લેવા સાથે પીડિતાના કપડાં સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવાનો હોય મહિધપુરા પોલીસ છેલ્લા ચાર દિવસથી પીડિતાને કોલ કરી રહી છે. પીડિતાનો મોબાઇલ સતત બંધ આવતા પોલીસની એક ટીમ તપાસ અર્થે નંદુબાર પણ ગઇ હતી. જાકે, અહીં પણ પીડિતાના ઘરે ત્રણેક દિવસથી તાળા લાગેલા હોવાનું જાણવા મળ્યું હતું.
ચર્ચા પ્રમાણે માથાભારે વસીમ પાર્સલને બચાવવા માટે એક ટોળકી સક્રિય બની છે. શામ, દામ, દંડ-ભેદની નીતિ અપનાવી યેનકેન પ્રકારે આ કેસમાં સમાધાન કરી લેવા માટે પીડિતા ઉપર ભારે પ્રેશર ઊભું કરી ધાકધમકી અપાઇ રહી હોવાની ચર્ચા છે. ઉપરાંત જેલમાંકેદ વસીમના ઇશારે જ પીડિતાને પોલીસથી જાજન દૂર રાખી પરિવાર સાથે ગાયબ કરી દેવાઇ હોવાની વાત વહેતી થઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


