અમરેલી,તા.૨
અમરેલીની યુવતીને પાલનપુરનાયુવકે ફેસબુક દ્વારા પ્રેમજાળમાં ફસાવીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના સ્થળોએ લઇ જઇ વારંવાર શારીરિક સંબંધ માટેની માંગણી કરીને અમદાવાદની હોટલમાં પાડેલા બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને વાયરલ કરતા ભોગ બનેલી યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલીમાં રહેતી એક યુવતી સાથે એકાદ વર્ષ પહેલા પાલનપુરના કુંભળમેર ગામે રહેતા સંકેત જગદીશભાઇ મેવાડા નામના યુવક સાથે ફેસબુકના માધ્યમથી દોસ્તી કરી હતી. બાદમાં બંને લાંબા સમય સુધી સોશિયલ મીડિયા ઉપર ચેક કરતા હતા. આરોપીએ યુવતીનો મોબાઇલ નંબર પણ મેળવી લીધો હતો. અને મોબાઇલ તથા વોટ્સએપ ઉપર પણ ચેટ કરતા હતા. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધો ગાઢ થતા બંને અમરેલીથી બહાર અવારનવાર મળતા હતા. અને આ રીતે ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં ઘણી વખત મળ્યાં હતા. જ્યારે પણ મળે ત્યારે યુવક યુવતી પાસે શારીરિકસંબંધ બાંધવા માટે માગણી કરતો હતો. અને અમદાવાદની હોટલમાં યુવકે યુવતીના નિર્વસ્ત્ર કરીને તેના બિભત્સ ફોટા પોતાના મોબાઇલ ફોનમાં પાડ્યા હતા.
યુવક વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે માગણી કરતો હોવા છતાં યુવતીને તેના તાબે ન થતા આરોપીએ તેને બદનામ કરવા માટે તેના ફોટા સોશિયલ મીડિયા માધ્યમથી વાયરલ કર્યા હતા. અમદાવાદના એક પીએસઆઇનું નામ આ યુવતી સાથે જાડીને સોશિયલ મીડિયા ઉપર ગંદી કમેન્ટ કરી હતી. ફેસબુકમાં યુવતીના નામનું ડમી આઇડી બનાવીને તેનું મેરીટલ સ્ટેટસ મેરીડ લખ્યું હતું. પોલીસે યુવક અને તેના સહયોગ આપનાર મીનાબેન મેવાડા, અજયભાઇ મેવાડા અને ભૂમિબેન સામે ગુનોં નોંધીને તપાસ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




