અમદાવાદ,તા.૧
શહેરના નરોડા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે એક ટ્યૂશન ટીચરે તેના પતિ પર મરચાંની ભૂકી નાખીને છરીઓના ઘા ઝીંકી દેવાની હિંસક ઘટનાને અંજામ આપ્યો છે. સાવકા પુત્રને જમવાનું આપવાનું કહેતાં પતિ પર પત્નીએ હુમલો કર્યો છે.
નરોડા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા ૪૯ વર્ષીય કનુભાઇ નટવરભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમનાં પત્ની વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. કનુભાઇ પટેલની પત્નીનું દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થઇ ગયું હતું.
કનુભાઇ અને લલિતાબહેન બન્ને જણાએ ટ્યૂશન ક્લીસીસ શરૂ કર્યા હતા. ગઇ કાલે રાત્રે મીતને ભૂખ લાગી હોવાથી તેણે લલિતાબહેન પાસે જમવાનું માગ્યું હતું. લલિતાબહેને જમવાનું નહીં આપતાં કનુભાઇએ તેમને ટકોર કરીને મીતને જમવાનું આપવા કહ્યું હતું. લલિતાબહેને મીતને જમવાનું આપવાની ના પાડી દીધી હતી અને મકાન મારા નામે કરી દઇશ તેવી વાત કરીને ઝઘડો શરૂ કર્યો હતો.
કનુભાઇ બોલે તે પહેલાં લલિતાબહેન રસોડામાં ગયાં હતાં અને હાથમાં મરચું અને છરી લઇને બહાર આવ્યાં હતાં. મીતની હાજરીમાં આજે તને જાનથી મારી નાખીશ તેવું કહીને લલિતાબહેને કનુભાઇની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી અને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી દીધા હતા.
કનુભાઇ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત નાજુક હોવાથી આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. નરોડા પોલીસે આ મામલે લલિતાબહેન વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



