દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ગરમી મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીની ઉપર

0
13

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન ૪૦ ડીગ્રી પહોંચી જતા આકરો તાપ
સુરત, તા.૨૫
માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૯.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૬ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૯ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી પ્રતિકલાક ૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૪૦ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૬.૩ ડીગ્રી નોંધાયું છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૯.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૬ ડીગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY