દાઝી ગયેલા ચાર પૈકી બે કારીગરોની હાલત ગંભીર
સુરત, તા.૨૫
ઈન્ડસ્ટ્રીયલ ઝોન દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જેને પગલે ૪થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યા હતા. દહેજની મેઘમણી ઓર્ગેનીક લિમિટેડ-૩માં અચાનક વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. મેઘમણી કંપનીના એગ્રો ડિવિઝનમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ધુમાડો ઊંચે આકાશમાં ઉડતો જોઈ આસપાસના ગામના લોકો પણ ગભરાઈ ગયા હતા. વહેલી સવારે ભારે અફરાતફરી મચી હતી.
આ આગમાં ૪ લોકો દાઝ્યા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનુ કહેવાઈ રહ્યું છે. ઈજાગ્રસ્તોને ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આગની દુર્ઘટનામાં મેઘમણી કંપનીને પણ મોટુ નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



