દબાણ ખસેડવા જતા પથ્થરમારો કરાયો હતો
સુરત, તા.૩૦
પુણા ગામમાં મનપાના દબાણ સ્ટાફ ઉપર પથ્થરથી હુમલો થયાનો બનાવ બન્યો હતો.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી ગણેશચંદ્ર શાંતિલાલ રાણા સ્ટાફ સાથે પુમાગામ સીતાનગર વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને દબામ હટાવવાની કામગીરી કરતા હતા. આ સમયે આરોપી મુકેસે લોકોને ઉશ્કેરણી કરી હતી. જેથી આરોપી મુકેશ, એક અજાણ્યો વ્યક્તિ અને સુરેશ નામના વ્યક્તિએ સ્ટાફ સાથે ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. બનાવ અંગે પુણા પોલીસે ગણેશચંદ્ર રાણાની ફરિયાદ નોîદી પોસઈ વી.જે. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડની ઉપસ્થિતિ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના સ્ટાફે અવાર નવાર લોકોના રોષનો ભોગ બનવું પડે છે અને હુમલાખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


