હૈદરાબાદના વેપારી દંપતિએ સુરતના વેપારીને ચૂનો ચોપડયો

0
13

સુરતના દલાલ મનમીત જૈનની મદદથી માલ ખરીદી ઠગાઈ
સુરત, તા.૩૦
સુરતના વેપારી પાસેથી રૂપિયા ૮,૪૩,૭૮૦ની કિંમતનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતા તેલંગાનાની પાર્ટી અને સુરતના દલાલ સામે વેપારીએ છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોîધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ અરિહંત માર્કેટમાં વિજીની ફેશનના નામે વેપાર કરતા મનમીતકુમાર નરેશકુમાર જૈન આરોપી રાજેન્દ્રનાથ ભેરૂનાથ પવાર, પ્રેમદેવી રાજેન્દ્ર નાથ પવાર (પ્રેમીલા સુટ એન્ડ સારીઝ, હૈદરાબાદ તેલંગાના) અને દલાવ સાગર જૈન (સાગર એજન્સી, ગોપાલ ચેમ્બર, સલાબતપુરા) વિરૂદ્ધ ફરિયાદ નોîદાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી વેપારીનો વિશ્વાસ કેળવી રૂ.૮,૪૩,૭૮૦ની કિંમતનો માલ ખરીદી આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે વેપારી મનમીત જૈનની ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY