માંડવીમાં શ્રીજી નર્સરીના માલિક બનાવટી બિયારણનો ધંધો શરૂ કરી દીધો હતો
સુરત, તા.૩૦
બનાવટી બિયારણ વેચનાર અને બનાવનાર સામે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાઈ હતી અને માંડવી પોલીસે રૂપિયા ૨.૦૨ લાખનું બનાવટી બિયારણ કબ્જે કયુ* હતું.
માંડવી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા માંજલપુરમાં રહેતાં આશિષ દિનેશ વાઘેલાએ આરોપી જતીન ગેમલ પટેલ રહે. પાંચગાળા ફળીયુ, માંડવી, પી એન્ડ જી એગ્રો ઈન્ડિયાના સતીષ શેટ્ટી (શિરગાંવ પૂણે) વિરૂદ્ધ ફરિયાદ જણાવ્યા મુજબ આરોપી શ્રીજી નર્સરીના માલિક જતીનભાઈએ આરોપી સતીષ શેટ્ટી સાથે મળી ફરિયાદીની કનો યુ સીડ્સ પ્રા.લિ.ની, પ્રોડક્ટ રેડ લેડી પપૈયા નામનું બિયારણ બનાવટી બનાવી ફરિયાદીની કંપનીના નામે વેચાણ કરી કોપીરાઈટ્સ એક્ટનો ભંગ કર્યો હતો. માંડવી પોલીસે રૂ.૨,૦૨,૧૨૦ની કિંમતના ૬૨ પેકેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુરત જિલ્લા સહિત ગુજરાતમાં મોટી માત્રામાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બિયારણ વેચાતુ હોવાની અવાર નવાર ફરિયાદ ઉઠવા પામે છે. નકલી બિયારણના કારણે ખેડૂતોએ પાયમાલ બનવાની નોબત આવતી હોય છે. અભણ ખેડૂતોનો લાભ ઉઠાવી બનાવગીરો નકલી બિયારણ વેચી માલામાલ બની જતા હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




