ગોપાલક નિગમના અધિકારી પટની અને કામદાર સંગઠનના રમેશ સોનવણે સામે ફરિયાદ
સુરત, તા.૩
ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સાત નંબરના બ્લોક ત્રીજા માળે ગોપાલક નિગમના અધિકારી રમેશï પાણીï અને ભારતીય યુનિયન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ચેતરામ સોનવણેએ મળીને વરાછાના હિરા વેપારીને તાપી જિલ્લમાં આવાસ અને ટોયલેટ બનાવવાનો કોન્ટ્રાક્ટï આપવાના બહાને વીસ લાખ પડાવી લીધાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મીનીબજાર રાજહંસ ટાવરમાં હિરાની ઓફિસ ધરાવતા સુરેશભાઈ રવજીભાઈ માણીયાએ આરોપી હાલ નિવૃત્ત અધિકારી રમેશ એમ. પટણી (શાહીબાગ, અમદાવાદ), ભારતીય યુનિયન સંગઠનના અધ્યક્ષ રાજેશ ચેતરામ સોનવણે વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ તા.૩૧-૧૨-૧૭ બાદ આરોપી રાજેશ સોનવણેએ ફરિયાદીની ઓફિસે આવીને તાપી જિલ્લામાં આવાસ તથા ટોયલેટ બનાવવાનું ટેન્ડર પાસ કરાવી આપવાનો ભરોસો આપી આરોપી રમેશ પટણીની મુલાકાત કરાવી હતી, આ બંને આરોપીએ કોન્ટ્રાક્ટ અપાવવાનો ભરોસો આપી રૂપિયા ૨૦ લાખ ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા. અને કોઈ કોન્ટ્રાક્ટ નહિ અપાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
ફરિયાદી સુરેશભાઈ માણીયા સાથે ટેલિફોનીક વાતચીતમાં પ્રતાપ દર્પણને જણાવ્યું હતું કે આરોપી રમેશ પટણી ગોપાળક નિગમના ક્લાસ ટુ અધિકારી હતા. બંને આરોપીએ તાપી જિલ્લામાં આવાસ અને ટોયલેટના કામો અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. અને રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ ખોટો ઓર્ડર શુદ્ધા આપ્યો હતો.
વરાછા પોલીસ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબની ફરિયાદ નોંધી પો.સ.ઈ. પી.એસ.આઈ ચાવડાએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


