સોસાયટીના ગેટ પાસેથી ફોર્ચ્યુન ગાડી ચોરાઈ ગઈ
સુરત, તા.૩
સુરત સંસદીય બેઠક પર ગઈરાત્રેએજ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર અશોક પટેલ ઉર્ફે અશોક અધેવાડ રૂ.૧૦.૩૦ લાખની ફોર્ચ્યુન કાર ઘરની સોસાયટીના ગેટ પાસેથી ચોરી થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના વરાછા વિસ્તારના હીરાબાગ ખાતે આવેલી રૂદ્રાક્ષ રેસીડેન્સીમાં રહેતાં અને મૂળ ભાવનગરના વતની અશોકભાઈ વલ્લભભાઈ પટેલ ઉર્ફે અશોક અધેવાડ (ઉ.વ.૪૫)એ રાત્રિ સમયગાળા દરમ્યાન પોતાની જીજે-૧૮-બીબી-૮૨૮૭ નંબરની ટોયેટા કંપનીની ફોર્ચ્યુન કાર પોતાની સોસાયટીના ગેટ પાસે પાર્ક કરી હતી. જે કારની કોઈ અજાણ્યો ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીના બનાવ અંગે અશોકભાઈ પટેલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.જે. ચોરવડિયાએ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેની મોંઘીદાટ કાર ચોરાઈ છે તે અશોક પટેલ ઉર્ફે અશોક અધેવાળને ગઈ મોડી રાત્રિએ કોંગ્રેસ દ્વારા સુરત બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



