ઉમરડા જસાપર ભાડુકા સહિતનાં ગામોનાં દશથી વધારે ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
મૂળી તાલુકામાં વિજચોરી ખુબજ થતી હોવાની માહીતીનાં આધારે પીજીવીસીએલ ની દશથી વધારે ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં ૩.૩૧ લાખનો દંડ ફટકારવામાં આવતા વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વિજચોરીનું પ્રમાણ ખુબજ વધ્યું હોવાની રજુઆતનાં આધારે પીજીવીસીએલ ની ટીમ દ્વારા મૂળી તાલુકામાં દશથી વધારે ટીમો દ્વારા મૂળીના ઉમરડા જસાપર ભાડુકા સહિતનાં ગામોમાં પોલીસને સાથે રાખી ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં વિજકર્મી દ્વારા અલગ અલગ જગ્યાએ ૧૨૭ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૧૮ કનેકશનમાં ગેરરીતી માલુમ પડી હતી જેથી ૩.૩૧લાખથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે કાર્યપાલક ઇજનેર આઇ વાય શેખે જણાવ્યુ હતુકે મૂળી તાલુકામાં અલગ અલગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં ૧૮ કનેકશનમાં ગેરરીતી માલમ પડતા બે દિવસમાં ૩.૩૧ લાખનો દંડ ફટકારવામા આવ્યો હતો.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




