કેસની વધુ સુનાવણી તા. ૨૬મી એપ્રિલે હાથ ધરાશે
સુરત, તા.૧૯
જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં આ કેસને ઢીલો પાડવા સરકારી અધિકારીઓને નારાયણ સાંઈ દ્વારા કરોડોની લાંચ આપવાનો કેસ નોંધાયો હતો. નારાયણ સાંઈ છેલ્લા પાંચ વર્ષથી સમયથી જેલવાસ ભોગવી રહ્યો છે. આ કેસમાં સુનાવણી પૂર્ણ થતા આજે નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટ માં રજૂ કરવામાં આલ્યો હતો. આજે જજમેન્ટ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. અને વધુ સુનાવણી આગામી ૨૬ એપ્રિલે હાથ ધરવામાં આવશે.
જહાંગીરપુરા ખાતે આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં સુનાવણી પૂર્ણ થતા આજે સુરત સેશન્સ કોર્ટમાં નારાયણ સાંઈને રજૂ કરવામાં આવ્યો હતો. અને દુષ્કર્મ કેસને ઢીલો પાડવા સરકારી અધિકારીઓને નારાયણ સાંઈ દ્વારા કરોડોની લાંચ આપવાના કેસ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, કોર્ટમાં જજમેન્ટ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. અને ૨૬ એપ્રિલ તારીખ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, નારાયણ સાંઈ કેસમાં તમામ સાક્ષીઓ અને સાહેદોની સમગ્ર કેસમાં જુબાની લેવામાં આવી હતી. નારાયણ સાંઈએ દુષ્કર્મ કેસમાં લાંચ આપવાના પ્રયાસ કર્યા હતા જેમાં હવે ફક્ત ચુકાદો બાકી છે. હવે કેસની ચૂકાદાની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


