બોગસ નામ ધારણ કરી પારકી મિલકત પર ધિરાણ મેળવી લેવાયું

0
7

સાથે રૂ. ૧૬.૭૫ લાખની ઠગાઈ કરાતા ફરિયાદ
સુરત, તા.૧૯
બોગસ નામ ધારણ કરી બીજાની માલિકીની મિલકત ઉપર લોન મેળવી રૂ. ૧૬,૭૫,૦૦૦ની ઠગાઈ કરનારા વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલી મહાદેવનગરમાં રહેતા રાજુભાઈ હિલાલ શિરસાઠે રોહિત રાજુ શિરસાઠ અને રાજુ હિલાલનું ખોટું નામ ધારણ કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની માલિકીના ઘરના દસ્તાવેજ ઉપર આરોપીએ એલ એન્ડ ટી હાઉસિંગ ફાયનાન્સ ઉધના શાખામાંથી રૂ. ૧૫ લાખ અને આઈબીએલ ફાયાન્સમાંથી રૂ. ૧.૭૫ લાખની લોન મેળવી હતી. આ લોન માટે આરોપીઓએ બોગસ આધારકાર્ડ પાનકાર્ડ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી રૂ. ૧૬.૭૫ લાખની ઠગાઈ કરી હતી. ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY