સુરતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની આગાહી
સુરત, તા.૨૪
ઉત્તર દિશા તરફથી ફુંકાઈ રહેલ ગરમ પવનના લીધે સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર જાવા મળી રહી છે. રાજ્યના ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૩.૩ શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૩.૩ ડિગ્રીની આસપાસ રહેતા અસહૃય ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આગયામી બે દિવસ બાદ પવનની દિશા બદલવાની સાથે ગરમીમાં નજીવી રાહત મળશે.
સુરત હવામાન વ્ભિગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ-પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહ્ના છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૦થી ૪૩.૩ ડિગ્રી સુધી નોંધાયો છે. આજથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હિટવેવની અસર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં પણ અધિકત્તમ તાપમાન આગામી દિવસોમાં ૪૦ થછી ૪૨ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આજે સવારથી પવનની દિશા બદલાઈને ઉત્તર તરફથી થતા ગરમીની અસર વધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



