મુંબઈ,તા.૨૩
હાલમાં જ અજય દેવગણની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ટોટલ ધમાલ’ રીલિઝ થઇ છે. આ ફિલ્મે પહેલાં દિવસે સારી કમાણી કરી હતી. ફિલ્મના સ્ટાર્સે પણ પ્રમોશનમાં કોઇ કમી બાકી રાખી નથી. જ્યારે એક પ્રમોશનલ ઇવેન્ટમાં અજય દેવગણે એવું કહ્યું કે બધા ચોંકી ગયા.
‘ટોટલ ધમાલ’ની રીલિઝ પહેલાં તેનું ગીત ‘મુંગડા’ રીલિઝ થયું હતું. આ ગીત ૧૯૭૮માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ઇન્કાર’નું રિમેક વર્ઝન છે. આ ગીતમાં અભિનેત્રી હેલન જોવા મળી હતી અને લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે આ ગીત ગાયું હતું. આ ગીત તે સમયે સૌથી ફેમસ થયું હતું. જોકે, ટોટલ ધમાલમાં સોનાક્ષી સિંહા સ્ટારર આ ગીત લોકોને ખાસ પસંદ પડ્યું નથી. આ ગીતને લઇને લતા મંગેશકર પણ નારાજ થયા છે.
અહેવાલોનું માનીએ તો લતા મંગેશકરે કહ્યું હતું કે, આ ગીતનું રિમેક બનાવવા માટે મેકર્સની પરવાનગી લેવામાં આવી નથી. આ રિક્રિએટિવ વર્ઝન તેમને પસંદ પડ્યું નથી. લતા મંગેશકરની આ વાત અંગે ‘ટોટલ ધમાલ’ના ડાયરેક્ટર ઇન્દ્ર કુમારનું કહેવું છે કે, તેમને કોઇ પરવાનગીની જરૂર નથી.
હાલમાં જ આ અંગે અજય દેવગણે કહ્યું કે, લતાજી ખૂબ જ વરિષ્ઠ છે. મને લાગે છે કે ઘણા લોકો ગીતોને રિક્રિએટ કરે છે અને આવું કરતાં પહેલાં તેઓ આવું વિચારતા નથી. આથી જા તેઓ નારાજ હોય તો આવીને અમને લાફો મારી શકે છે. તેમની પાસે આવું કરવાનો અધિકાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




