બુડીયા ગામના ઘરમાં રાજકીય અગ્રણીએ ફાંસો ખાઈ લીધો
સુરત, તા.૨૪
બુડીયા ગામના અગ્રણી અને શહેર ભાજપાના માજી મંત્રી અરવિંદભાઈ પટેલે આર્થિક ભીંસથી કંટાળીને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુડિયામ ખાતે રહેતા અરવિંદભાઈ શંભુભાઈ પટેલ કાંઠા વિસ્તારના અગ્રણી હતા તેઓ ગત ૧૭મીના રોજ પોતાના ઘરે આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યઓ અરવિંદભાઈને પ્રથમ ભટાર રોડ સ્થિત અમૃતા હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી વધુ સારવાર માટે આઈએનએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સોમવારેમોડી રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગતરોજ સવારે મતદાનના દિવસે બુડીયા ગામના લોકોએ અંતિમ યાતા કાઢી હતી. સ્મશાનયાત્રામાંથી પાછા આવ્યા બાદ સ્થાનિકોએ મતદાન કર્યુ હતું. આ બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





