ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશથી દારૂ ભરીને આવેલી બે કાર પકડી
સુરત, તા.૨૪
ગઈકાલે લોકસભાની ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખી સમગ્ર શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત તેનાત કરવામાં આવ્યો હતો તેમ છતાં છેક મધ્યપ્રદેશથી લવાયેલો રૂપિયા ૧.૪૭ લાખની કિંમતના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે બે કાર જપ્ત કરી હતી.
ગઈકાલે લોકસભાની ચૂંટણીઅન્વયે ડીસીપી પોલીસ સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન પોસઈ વી.વી. ભોલા, હે.કો. નિતેશ તનસુખ, પો.કો. દેવેન્દ્રદાન ગંભીરદા, મુકેશ મૂળચંદ સહિતનાને મળેલી બાતમીના આધારે સરથાણા કેનાલ રોડ પુણાનંદ ટ્રેડર્સ સામે ખેતરમાં દરોડા પાડયા હતા. બે કાર જપ્ત કરી ઝડતી લેતા કારમાંથી રૂપિયા ૧,૪૭,૫૦૦ની કિંમતની ૨૯૫૦ દારૂની બોટલો મળી આવી હતી. ડીસીબી પોલીસે આરોપી કૈલાશ મારવાડી (છાપરાભઠા) મુકેશ ભાસ્કર (એ.કે. રોડ) સંભાજી પુંડલીક વાનખેડે, નરેન્દ્ર લક્ષ્મણ રાઠોડ (નાની દમણ)ની ધરપકડ કરી હતી. ડીસીબી પોલીસે દારૂનો જથ્થો પાંચ મોબાઈલ ફોન બે કાર રોકડા મળી કુલ્લે રૂ. ૮,૫૫,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થે મધ્યપ્રદેશ ધાર ખાતેથી લાવવામાં આવ્યો હતો. આરોપી મુન્ના ભુસ્કા નામના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



