સ્મીમેર હોસ્પિટલના છ રેસિડન્ટ ડોક્ટરો સામે નોંધાઇ રેગિંગની ફરિયાદ

0
29

સુરત,તા.૧૧
શાળા કોલેજામાં રેગિંગના કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બન્યો છે. જ્યાં ડોક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના ડીને આ ઘટના એન્ટી રેગિંગ કંપનીને શપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે ડાયમંડ સીટી સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓર્થોપેડિકના બે ડોક્ટરોએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલના ૬ રેસિડન્ટ ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડોક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની છે. ઓર્થો વિભાગના બે ડોક્ટરોએ આ અંગે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જાકે, હોસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાનો એન્ટી રેગિંગ કંપનીને સોંપી હતી. હવે એન્ટી રેગિંગ સમિતિ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લઇને તપાસ કરે છે તે જાવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની વિખ્યાત એચ.એલ. કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના આરોપ મુજબ , તેને જાહેરમાં ડાન્સ કરાવીને અને પેન્ટ કાઢવાનું કહી રેગિંગ કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં , તેને જાતિ વિષયક શબ્દો કહીને અપમાનિત કરી લાફા ઝીંક્યા અને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ ૨૧ સપ્ટેમ્બરના રોજ ફીનાઈલ પણ પી લીધું હતું. આ અંગે ક્ષિતિજ રબારી , જય ભરવાડ , જયેશ રબારી અને અજમલ રબારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે , આ પ્રકારની ગંભીર ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY