અગરતલા,તા.૧૬
ત્રિપુરામાં કામ કરનારા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓ માટે ૭મુ પગાર પંચ લાગુ કરવાની ભલામણ કરી છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે કર્મચારીઓના વેતનમાં વધારો કેન્દ્રીય કર્મચારીઓ જેટલો થશે. જા આવુ થયુ તો ત્રિપુરા દેશનુ પહેલુ એવુ રાજ્ય હશે કે જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીઓ જેટલુ જ વેતન મળશે.
કર્મચારી નેતાઓનું કહેવુ છે કે રાજ્ય અને કેન્દ્રમાં નિયુક્ત એક જ કેડરના કર્મચારીના પગારમાં ૪ થી ૫ હજાર રૂપિયા સુધીનો તફાવત આવે છે. આ અંતર એટલા માટે થાય છે, કારણકે કેન્દ્રીય કર્મચારીઓને મળતુ એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ રાજ્યથી અલગ હોય છે. જાકે, ૭મા પગાર પંચમાં બંને સ્તરના કર્મચારીઓની બેસિક સેલેરી એક સમાન રાખવાનો નિર્ણય થયો હતો. પરંતુ ભથ્થામાં તફાવતને કારણે પગારમાં ૫ હજાર રૂપિયા સુધીનું અંતર રહે છે.
ઈલાહાબાદ (યૂપી) સ્થિત એજી આૅફિસ બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ હરીશંકર તિવારીએ જણાવ્યું કે રાજ્ય સરકારમાં કર્મચારીને ટીએની જગ્યાએ બીજુ ભથ્થું મળે છે. તેમનું એચઆરએ પણ કેન્દ્રથી ઓછું હોય છે. તેથી કેડર વધવાની સાથે જ પગારમાં પણ અંતર વધે છે.
ત્રિપુરામાં હજી સુધી છઠ્ઠુ પગાર પંચ લાગુ થયુ નથી. એવામાં જા ૭મા પગાર પંચની ભલામણો લાગુ થાય છે તો આ ત્રિપુરાના કર્મચારીઓ માટે બમણી ખુશી થશે. અહીં જણાવવાનું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે વચન આપ્યું હતું કે ભાજપ ૭મુ પગાર પંચ લાગુ કરશે. ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ તેમણે કર્મચારીઓને ભેટ આપી. જાકે, વિપક્ષ પાર્ટી સીપીએમનું કહેવુ છે કે રાજ્યના કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીઓ સમાન પગાર મળશે, આવુ કહી રાજ્ય સરકારે કર્મચારીઓ સાથે દગો કર્યો છે. રાજ્યના કર્મચારીઓનો પગાર કેન્દ્રની જેમ થઈ શકતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





