ટેન્કર ચાલક સહિતના ત્રણ જણાએ ડીઝલ તફડાવી લીધું
સુરત, તા.૨૫
કવાસ ગામ આઈઓસીના આઉટ ગેટ પાસેથી ટેન્કરમાંથી રૂ. ૩૭ઃ૦૦ની કિંમતનું ડીઝલ ચોરી જનાર ટેન્કર ચાલક સહિત ત્રણ જણાંએ સામે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
ઈચ્છા પોર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બલરામ રમણભાઇ પટેલે આરોપી ટેન્કર નં. જીજે-૧૯-યુ-૨૧૧૧ના ચાલક જય પ્રકાર અને બે અજાણ્યાનું વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાયી હતી. કવાસ ગામ આઈઓસીના આઉટ લેટ ગેટ પાસે આરોપી ટૈન્કર ચાલક સહિતનાએ ટેન્કરનું લોક તોડી રૂ. ૩૭૦૦નું ડીઝલની ચોરી કરી અસલ સીલ નંબર ઉપર ચેકો મારી ડુપ્લીકેટ સીલ નંબર લખી વિશ્વાસઘાત કર્યો હતો. ઈચ્છાપોર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


