સુરત, તા.૨૬
લીંબાયત સંજયનગર ઝૂંપડપટ્ટીમાં જુગાર રમતા ૧૦ જણાંની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૨૫,૭૫૦ કબજે કર્યા હતા.
લીંબાયત પોલીસે બાતમીના આધારે સંજયનગર શહીદ ચોક પાસે જુગાર રમતાં યોગેશ પાટીલ, અશોક બિદાણી, લાલા મરાઠે, સંતોષ સોની, રવીન્દ્ર પાટીલ, વિશાલ વિકાસ,સંદીપ સૂર્યવંશી, સંતોષ પાટીલ, આકાશ નાયક જ્ઞાનેશ્વર પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂ. ૨૫,૭૫૦ કબજે કરી તમામ જુગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



