આપઘાતની દુષ્પ્રેરણા અંગે સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
સુરત, તા.૨૬
સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરતા મૃતક પરિણીતાના પિતાએ સાસરિયા પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી પતિ પ્રવીણ સોમાભાઈ રબારી, મણીબેન સોમાભાઈ, કેસરભાઈ સોમાભાઈએ ફીરયાદીની દીકરી ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ ત્રાસને કારણે ફરિયાદીની દીકરીએ આપઘાત કર્યો હતો. મૃતક દીકરીના પિતાનાં પિતાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે સાસરિયા પક્ષ સામે ગુનો દાખલ કરી પોસઈ એ.કે. ભરવાડે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



