સેન્ટ્રલ ઝોને રહેણાંક મિલ્કતમાં બનેલી ચાર દુકાનો તોડી પાડી

0
10

એક જ મિલ્કતમાં બીજી વખત ડિમોલીશન
સુરત, તા.૨
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૨, નોંધ નં.૧૧૦૭†૧૧૦૮ વાળી મિલ્કતમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલ પ્લાનમાં દર્શાવેલ ફેમિલી રૂમ વાળા ભાગમાં હેતુફેરની મંજુરી મેળવ્યા વિના શટર નાંખી દુકાન તરીકે ઉપયોગ શરૂ કરતા અગાઉ તા.૨-૧-૨૦૧૯નાં રોજ થી દૂર કરવામાં આવેલ. જે બાંધકામ મિલ્કતદાર દ્વારા મનસ્વીપણે ફરી શરૂ કરતાં અત્રેથી તા.૧-૫-૨૦૧૯ïના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાના સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાનાં સિક્યુરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત હેતુફેર વાળા બાંધકામ દૂર કરી શર્ટર નંગ ૪ દબાણ ડેપો ખાતે જપ્ત કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY