ચ્યૂએબલ સ્વાદિષ્ટ સોફ્ટડ્રોપ્સ સાથે પોષણ મેળવવું હવે બન્યું આનંદદાયક
સુરત, તા.૨
દેશની સૌથી મોટી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયાએ ન્યુટ્રીલાઈટ ડીએચએ યમીસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદન ૫ વર્ષ અને તેથી વધુ વયના બાળકોમાં વિટામીન ડી અને ઓમેગા-૩ ફેટીએસિડ્સના પોષણનું અંતર પૂરવા માટે વિકસાવાયું છે.
ન્યુટ્રીલાઈટ ડીએચએ યમીસનું સોફ્ટજેલ ફોર્મેટ બાળકો માટે તેમના જરૂરી મહત્વના પોષકતત્વોને વધુ મનોરંજક અને આનંદપૂર્ણ રીતે પૂરા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ ચ્યૂએબલ સોફ્ટડ્રોપ્સ માતા-પિતા માટે તેમના સંતાનોને જરૂરી પોષણ તત્વો આપવા માટેનો એક સરળ માર્ગ રજૂ કરે છે. ડીએચએ(ડોકોસા હેક્સા એનોઈક એસિડ) ઓમેગા-૩ ફેટી એસીડનો એક પ્રકાર છે, જે બાળકોમાં મગજના સામાન્ય સંચાલન અને અન્ય મહત્વપૂર્ણ કાર્યોના સંચાલન માટે છે જ્યારે વિટામીન ડી બાળકોમાં સામાન્ય વૃદ્ધિ અને હાડકાના વિકાસ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિના સંચાલન માટે જરૂરી છે. ન્યુટ્રીલાઈટ ડીએચએ યમીસ સ્વાદિષ્ટ નારંગી-સીટ્રસલેમની ફ્લેવરમાં ઉપલબ્ધ છે અને ૫ વર્ષ અને તેથી વધુ વયના બાળકો માટે વિકસાવવામાં આવ્યું છે.
ન્યુટ્રીલાઈટ ડીએચએ યમીસના લોન્ચિંગની જાહેરાત કરતાં એમવે ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી સંદીપ શાહે જણાવ્યું હતું કે, રૂ. ૪૦૧ કરોડનું બાળકોનું વિટામીન અને ડાયેટરી સપ્લીમેન્ટ બજાર હજી પ્રાથમિક તબક્કામાં છે અને તેમાં વિકાસની વ્યાપક સંભાવનાઓ છે. સર્વોચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો રજૂ કરવાની અમારી કટિબદ્ધતા સાથે ન્યુટ્રીલાઈટ ડીએચએ યમીસ બાળકો માટે ની અમારી આકર્ષક સપ્લીમેન્ટ રેન્જમાં ઉમેરો છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




