ગોડાદરામાં કલર વેચતા વેપારી સાથે રૂ. ૪૪૨૦૦ની છેતરપિંડી

0
6

અભિષેક નંદવાણીએ માલ ખરીદી પેમેન્ટ નહીં કરતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૪
ગોડાદરાની મંગલદીપ પ્લાય એન્ડ પેન્ટસ નામની દુકાનદાર સાથે કલર ખરીદનારે રૂ. ૪૪,૨૦૦ની ઠગાઈ કરી હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પર્વત ગામ હરિક્રિષ્ના સોસાયટીમાં રહેતા પ્રવીણકુમાર ગણપત લાલજીની ગોડાદરા ખાતે મંગલદીપ પ્લાય એન્ડ પેન્ટસ નામની દુકાન આવેલી છે. આરોપી અભિષેક નંદવાણીએ ફરિયાદીની દુકાને આપી રોકડા રૂ. ૩૨૦૦ ચૂકવદી ૪૭,૦૦૦ રૂપિયાની કિંમતનો કલર ખરીદી બાકીનું પેમેન્ટ દુકાનદારની બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનું નાટક કરી કલરના ડબ્બા લઈને નીકળી ગયો હતો. દુકાનદાર પ્રવીણ કુમારે આ બનાવ અંગે લીંબાયત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY