બે મિત્રોએ યુવક પર હુમલો કરી નાસી છૂટયા
સુરત, તા.૪
લગ્નના ડિસ્કો કરવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં છરાથી હુમલો કર્યાનો બનાવ વરાછા મારૂતિ ચોક પાસે બન્યો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મારૂતિ ચોક પાસે બાલાજી સોસાયટીમાં રહેતા પાશુભાઈ જીવાભાઈ ભમ્મરે આરોપી ભાળુ સોલંકી, જીગો મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બે મહિના અગાઉ ફરિયાદીછ સાથે આવેલ આહિરના લગ્નમાં ડિસ્કો કરવા બાબતે આરોપી સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી બન્ને આરોપીએ ફરિયાદી ઉપર છરાથી હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. વરાછા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




